Headlines News :

Monday, November 9, 2015

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,

કોણ જાણે હતી કેવી વર્ષો જૂની,
જિંદગીમાં અસર એક તનહાઇની,
કોઇએ જ્યાં અમસ્તું પૂછ્યું – કેમ છો ?
એને આખી કહાની સુણાવી દીધી.

તો એ ઇશારો કરે એ નક્કી છેં...

કુદરત કામ કરે છે એ નક્કી છે...
ભલે દેખાય નહી ,પણ એ છે ક્યાંક
એ નક્કી છે....
જતા હોઈયે ક્યારેક કોઈ કામ કરવા
તો હ્રદય રોકે છે એ નક્કી છે....
ન હોય જો આપણી માટે બરોબર કંઇક
તો એ ઇશારો કરે એ નક્કી છેં...
સમજતા આપણને નથી આવડતું
એ વાત અલગ છેં...
પણ એ સમજાવે છેં એ પણ નક્કી છેં....

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર

કિસ્મતને રડી શક્તિનો ઉપહાસ ન કર,
નિર્જીવ તમન્નાઓમાં ઉલ્લાસ ન કર;
બેસી ન રહે - હોય જો તકદીર બૂરી,
કર પ્રયત્ન, બૂરી ચીજનો વિશ્વાસ ન કર.