Headlines News :
Showing posts with label કાજળભર્યા નયનનાં કામણ. Show all posts
Showing posts with label કાજળભર્યા નયનનાં કામણ. Show all posts

Tuesday, November 29, 2011

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે.
કારણ નહિ જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે.
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે.
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે.
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ લૂછો નહિ ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયા પણ નહિ દઉં,
એ પણ મને ગમે છે આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું.
સોગંદ જિંદગીનાં વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે.
ઘાયલ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે.