Headlines News :

Friday, January 20, 2012

માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે

માતા ઘરનું માંગલ્ય હોય છે,તો પિતા ઘર નું અસ્તિત્વ હોયછે.
પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો?
પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિષે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવા માં આવતું.કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે,લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.
સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવેછે પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે?


માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.
માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?
બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી
પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”.
દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે.
સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.
કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.
નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું?
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને?

જો આપ આપના પિતાને પ્રેમ કર્તા હો તો આ post ને "Share" કરો...

Thursday, January 19, 2012

ગર્વ અનુભવવા જેવી વાત.

અમેરિકાની સેટન હોલ યુનિવર્સિટીએ પોતાના અભ્યાસક્રમમાં
ભારતના પવિત્ર ગ્રંથ ભગવદ ગીતાનો સમાવેશ કર્યો છે . યુનિવર્સિટીએ તેના દરેક છાત્ર માટે ગીતાનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે..!! ♥♥♥
આ યુનિવર્સિટીનું માનવું છે કે છાત્રોને સમાજની નજીક લઈ જવા માટે ગીતાનું પઠન જરૂરી છે અને તેના જેવો શ્રેષ્ઠ માર્ગ બીજો કોઈ નથી . આ માહિતી યુનિવર્સિટીના સ્ટીલમેન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર એ . ડી . અમરે આપી હતી હતી..!!! ♥♥♥

વર્ષ 1985 માં ન્યૂજર્સીમાં શરૂ થયેલી આ યુનિવર્સિટી એક સ્વાયત્ત કેથોલિક યુનિવર્સિટી છે . તેમ છતાં ત્યાં અભ્યાસ કરતા કુલ 10,800 છાત્રોમાંથી મોટાભાગના બિનખ્રિસ્તી છે.. ♥♥

આ યુનિવર્સિટીના છાત્રોમાં ભારતીયોની સંખ્યા વધારે છે . આ અંગે માહિતી આપતાં પ્રોફેસર અમરે જણાવ્યું હતું કે , યુનિવર્સિટીના કોર કોર્સ હેઠળ દરેક છાત્રો માટે કેટલોક અભ્યાસક્રમ ફરજીયાત હોય છે . જેનો અભ્યાસ દરેક છાત્રે કરવાનો રહે છે..!! ♥♥♥

તેમણે ઉમેર્યું હતું કે , ગીતાનું જ્ઞાન એ સર્વોત્તમ સાધન છે . તેના મહત્વને ઓળખીને જ યુનિવર્સિટીએ તેનો અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે...!!

via ગુજરાતી ફન અને હાશિય ગાંડિયો લાલ..!!
અહી થી સેર બટન નો ઉપયોગ કરીને સેર કરો તો પણ ભલે અથવા કોપી પેસ્ટ કરો તો પણ ભલે પણ બધા આ પોસ્ટ બધા લોકો સુધી પહોચાડજો જરુર..આ એક ગર્વ અનુભવવા જેવી વાત છે...!!(Click Share) જો મિત્રો તમને અહી રજુ કરે

Friday, January 6, 2012

હમણાં થોડા કલાકો પહેલાની વાત છે

હમણાં થોડા કલાકો પહેલાની વાત છે, હું ટીવી જોઈ રહ્યો હતો જેમાં એડ બ્રેક પડ્યો અને એક એડવર્ટાઈઝ આવી.
જેમાં એક નાના બાળકના મમ્મી , પપ્પા અને એ નાનું બાળક ડાઈનીંગ ટેબલ ઉપર બ્રેકફાસ્ટ લઇ રહ્યા હોય છે, બાળકે હજુ શરૂ નથી કર્યું હોતું કારણકે એની ડીશ નથી આવી સાથે સાથે એ ડ્રોઈંગ કરવામાં વ્યસ્ત હોય છે.
થોડી જ વારમાં એમનો રસોઈયો એ બાળકને ડીશ આપતા પ્રેમથી કહે છે "ચલો ખાના ખા લો"
અને પેલું બાળક "હમમમ" કહીને એના જ કામમાં મશગુલ રહે છે. પેલા ભાઈ ડીશ મુકીને નીકળતા જ હોય છે ત્યારે જ એ બાળક પપ્પા એ છોકરાને કહે છે:"રાહુલ, થેંક યુ બોલો!"
બાળક હજુ પણ એ જ કામમાં માથું રાખીને પૂછે છે "કિસકો?"
એના પપ્પા કહે છે "સુનીલ ભૈયા કો"(રસોઈયો)
બાળક પૂછે છે "કયું?"
પપ્પા કહે છે "બ્રેકફાસ્ટ કે લીએ"
બાળક એકદમ નિર્દોષ ભાવથી બોલ્યો: "વો તો રોઝ લાતે હૈ "
પપ્પા "તો આપ ઉનકો થેંક યુ ભી રોઝ બોલેંગે."
પેલું બાળક એની મમ્મી સામે જુએ છે પણ મમ્મીનો જરા પણ પ્રતિભાવ ના મળતા એ પપ્પા સામે જુએ છે
સુનીલભાઈ કહે છે કે "રેહને દીજીએ સા'બ"
છતાં બાળકના પપ્પા જરા પણ ડગતા નથી અને ફાઈનલી બાળક ભોળા મનથી એ પેલા રસોઈયા સુનીલભાઈ ને "થેંક યુ" કહે છે, અને સુનીલભાઈ એક અલગ સ્માઈલ સાથે ત્યાંથી રસોડામાં ચાલ્યા જાય છે. :)
આ એડ આપણામાંથી ઘણા લોકોએ જોઈ હશે અને કેટલાય ને ગમી હશે કેટલાય લોકોએ માત્ર એડ જોઈને નિહાળીને ચેનલ બદલી દીધી હશે.
પણ આ જ એડને માનવની નજરે.જોઈએ તો એ જ એડને એક નવા સંદેશથી આપણે જોઈ શકીશું.
અહી માનવ એમ નથી કહી રહ્યો કે આપણે આપણા બાળકને આ ગુણ શીખવાડવા જોઈએ. કારણકે એ ગુણ ત્યારે જ આવે જયારે એ જ ગુણ આપણામાં હોય.
હવે થોડી રોજ-બરોજની ઘટનાઓ ઉપર નજર કરીએ.
આપણામાંથી ઘણા લોકો સીટી બસમાં સફર કરતા હશે , રીક્ષામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે. પણ ૯૯.૯૯ % લોકો બસમાં કંડકટર પાસેથી ટીકીટ લઈને કે પછી રીક્ષાવાળાને પૈસા ચૂકવીને એક કામ કરવાનું ભૂલી જાય છે, અને એ કામ છે:: એમને "થેન્ક્યુ" કહેવાનું!
અહી ઘણા લોકોના મનમાં એક સવાલ ઉભો થતો હશે કે ભાઈ એમને થેંક યુ કહેવાનો શું મતલબ છે? એ લોકો તો એમનું કામ કરી રહ્યા છે તો એમાં આપણે કેમ એમને થેંક યુ કહીએ?
હવે એક કામ કરો એ કંડકટર કે રીક્ષાવાળા ભાઈ કે કામવાળા ભાઈ કે પછી શાકભાજી વેચવાવાળા ભાઈની જગ્યાએ પોતાને ઈમેજીન કરી જુઓ.
તમે રીક્ષા ચલાવતા હો કે બસમાં લોકોને ટીકીટ આપતા હો ત્યારે જો તમને કોઈ "થેંક યુ" કહે તો શું તમને નહિ ગમે?
તો ખરેખરમાં જયારે આપણે ખુદ એમને "થેંક યુ" કહીએ તો એમના ફેસ ઉપર એક સ્માઈલ આવશે એ તો સૌથી પહેલી વાત છે અને બીજી વાત એ કે કોઈ આપણને સર્વિસ આપતું હોય કે આપણી સવલતોમાં સરળતા કરતુ હોય એને થેંક યુ કહેવું એ એક સારી રીતભાત , એટીકેટમાં આવે છે જે આપણામાંથી મોટાભાગના લોકો જાણતા હોવા છતાં અજાણ રહીને એ અનુસરતા નથી.
આપનો માનવ એક જ વાત માને છે કે "થેન્ક્યુ ન કહેવાથી કોઈ ફરક નહિ પડે પણ થેંક યુ કહેશો તો ઘણો ફરક પડી જશે"
એ ફરક ત્યારે જ આપ નોંધશો જયારે આપ એનો અમલ કરશો.
એક વખત એનો અમલ કરી જુઓ, કોઈને થેંક યુ કહી જુઓ. પછી તમારી અંદર જે મેજિક થાય એ જોવું રહ્યું.

ફક્ત ૧૭ દિવસ !

જોઈએ છે.....ફક્ત ૧૭ દિવસ માટે...

પતંગ લૂટી શકે તેવા બાહોશ, ચપળ, લડાયક અને મજબૂત લૂટારા !

બીજાના ચાલુ પતંગની દોરી ખેંચીને તોડી નાખવાની ક્ષમતા ધરાવનારને પ્રથમ તક !

પગાર તરીકે - રોજ ૫ મમરા ના લાડુ, ૨ તલની ચિક્કી, ૧ શેરડીનો સાંઠો અને ૨૦ બોર !

જલ્દી કરો! વહેલા તે પહેલા !

સાચો કહું !

શબ્દથી જો સાંકળો ખખડાવ તો સાચો કહું,
ને કલમથી બારણાં ખોલાવ તો સાચો કહું.

પાંપણો પર અંધકારે સ્વપ્ન તો લઈ સૌ ફરે;
ક્યાંક ઊંડે જ્યોત તું પ્રકટાવ તો સાચો કહું.
...
સર્વ ત્યાગીને હિમાલય પર જવાનું છે સરળ;
રોજનાં મેદાનમાં જો આવ તો સાચો કહું.

તું મદારી જેમ ના છેતર ઘડીભર આંખને;
મૂળમાં જઈ જીવને ભરમાવ તો સાચો કહું.

આ બધા મોઘમ ઈશારા ને વિનવણી વ્યર્થ છે;
તું સમયને રોકડું પરખાવ તો સાચો કહું.