Headlines News :

Saturday, February 22, 2014

આલિયાની ફિલ્મ 'હાઈવે' યુરોપમાં છવાય ગઈ

ફિલ્મકાર ઈમ્તિયાઝ અલીની નવી ફિલ્મ 'હાઈવે' યૂરોપમાં છવાય ગઈ છે. ગયા અઠવાડિયે બર્લિન ફિલ્મ મહોત્સવમાં આનુ પ્રીમિયર થયો હતો. ત્યારબાદ ફિલ્મની ચર્ચા લંડનમાં જોરો પર છે. ફિલ્મની સ્ટોરી એક કરોડપતિ ઘરના દમ ઘૂંટતા વાતાવરણમાં જીવી રહેલી એક એવી જવાન યુવતીની છે જેનુ એક ગેંગ અપહરણ કરી લે છે. એવુ કહેવાય છે કે ફિલ્મને આંતરરાષ્ટ્રીય દર્શકોનુ પણ ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મળશે. ફિલ્મની સ્ટોરી ભારતના છ રાજ્યોમાંથી પસાર થાય છે.

ફિલ્મની અભિનેત્રી આલિયા ભટ્ટે શુક્રવારે બર્લિનથી પરત ફર્યા બાદ લંડનમાં સંવાદદાતાઓને જણાવ્યુ, 'આવુ પહેલીવાર છે જ્યારે અમે દર્શકોની સાથે આખી ફિલ્મ જોઈ. આ જોવુ પણ રસપ્રદ રહ્યુ કે દરેક દ્રશ્ય સાથે જ તે હાજર રહ્યા. અભિનેત્રીએ જણાવ્યુ કે વીરા ત્રિપાઠીની ભૂમિકા ખૂબ જ જટિલ હતી. તેણે કહ્યુ કે આ ફિલ્મ દ્વારા મે શીખ્યુ કે કેવી રીતે બનાવટી અને દેખાવાથી દૂર રહીને ખુદને પ્રદર્શિત કરી શકાય છે. જો હુ મૂર્ખ છુ તો મને મૂર્ખ જ રહેવા દો. આ ફિલ્મએ મને એવુ કહેવાનો આત્મવિશ્વાસ આપ્યો છે કે 'ભાડમાં જાય લોકો, આ મારુ સ્થાન છે' ફિલ્મ હાઈવેમાં રાજસ્થાન, પંજાબ અને કાશ્મીર જેવા રાજ્યોની વાસ્તવિકતા બતાવાઈ છે.

ફિલ્મના સહનિર્માતા અને લેખક નિર્દેશક અલીએ કહ્યુ, ફિલ્મની સ્ટોરી મારી મગજમાં હતી પણ મે પટકથીને ઓપન રાખી જેથી જે પણ આપણાથી છૂટી જાય અમે તેને યાત્રા દરમિયાન લઈ શકીએ. અમે બર્લિનમાં દર્શકો સાથે ફિલ્મને શરૂઆતથી અંત સુધી જોઈ. 'હાઈવે' માં રણદીપ હુંડા પણ છે.