Headlines News :

Tuesday, November 29, 2011

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે

જ્યારે કોઇ છોકરો કોઇ છોકરી ને પ્રપોઝ કરે ત્યારે સામે છોકરી ના શું જવાબો હોઇ શકે..

એમાના કેટલાક જવાબો અહિ છે.

1) ના [ ચોખ્ખા શબ્દોમાં ]

2) મે ક્યારેય નહ્તુ વિચાર્યું કે તમે મારા વિશે આવું વિચરો છો.

3) હું તો તમને કાયમ એક સારા મિત્ર તરીકેજ જોતી હતી અને તમે ? ….

4) સોરી હું તો પહેલાથી જ એંગેજ છું.

5) હું આવી બધી વાતોમાં નથી માનતી. તારૂ ભણવામાં ધ્યાન લગાવ.

6) હજું હું તમને બરાબર જાણતી નથી.

7) પણ તમે તો મને બેન કહીને બોલાવતા હતા ને ?

હું આ સંબન્ધ માટે હજુ પુરી રીતે તૈયાર નથી.

9) હું મારી બહેંપણી ને પુછી ને જવાબ આપીશ.. (એમા બહેનપણી ને પુછવાની શું જરૂર છે એ ખબર નથી પડતી )

10 ) આટલી વાત કહેવામાં આટલો બધો ટાઇમ લાગ્યો.

11) આ વાત બન્ને ના દિલમાં છે પછી શું કહેવાનું ?

12) સોરી ( બસ આટલુ કહી ને કશીજ વાત નહી કરે )

13) તારૂ મોઢું જોયું છે અરીસામાં કોઇ દીવસ ? ( જાણે પોતે રોજ અરીસાની સામેજ બેસી રહેતી હોય )

14) હું તો તમને મારા ભાઇ માનતી હતી.

15) અરરે .. પહેલા કીધુ હોત તો… હવે તો ઘણું મોડુ થઇ ગયું. મેં તમારા મીત્ર ને હા પાડી દિધી.

16) તમે પહેલા મળ્યા હોત તો હું વિચારતી..

17) તારી આવી હિમ્મત કેવી રીતે થઇ મારા વિશે આવું વિચારવાની ? (કદાચ આના પછી એક લાફો પણ પડી જાય )

18) મારે વિચારવાનો સમય જોઇએ છે.

છોકરો : કેટલો ?

છોકરી : ખબર નથી.

19) પણ હું તો તમારા નાના ભાઇ ને પ્રેમ કરૂ છું.

20) કશું પણ બોલ્યા વગર હસ્યા કરશે ( જાણે એની સામે કોઇ જોકર ઉભો હોય )

21) તુ મારા માટે શું કરી શકે ?

22) મને પ્રપોઝ કરવામાં કયો નમ્બર છે ?

23) તમારા વિશે આવું વિચાર્યુંજ નથી.

24) મારા ભાઇ સાથે વાત કરી લો એ તમને સમજાવશે.

25) (ગુસ્સામાં) કેમ મારી બહેનપણીએ ના પાડી ?

26) જે કહેવું હોય એ જલ્દી કહો. મારી પાસે ટાઇમ નથી.

27) કદાચ હું એંગેજ છું ( પોતાનું શુ છે એજ એને ખબર નથી હોતી )

28) મેં તમારા વિશે આવું કોઇ દિવસ નથી વિચાર્યું. આપણે એક સારા મિત્ર તરીકે ના રહી શકીએ ?

29) તે મારામાં એવું તો શું જોયું કે તે મને પ્રપોઝ કર્યું ? ( પછી એ જે વસ્તુ તમે જોઇ હશે એ પણ ગણાવશે અને જે નહી જોઇ હોય એ પણ બોલાવશે )

30) ના. તમે બધા છોકરાઓ એક સરખાજ હોવ છો. (ખબર નહી આ જવાબ આપી ને છોકરી શું કહેવા માંગતી હોય છે ? )

31) તને તો પ્રપોઝ કરતા પણ નથી આવડતું. પહેલી વખત કરે છે ? કંઇ વાંધો નહી હું તને શીખવાડીશ.

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે.
કારણ નહિ જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે.
ભાવે છે ભાર મનને ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે.
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે.
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ લૂછો નહિ ભલા થઈ,
આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ મને ગમે છે.
દિલ શું હવે હું પાછી દુનિયા પણ નહિ દઉં,
એ પણ મને ગમે છે આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું.
સોગંદ જિંદગીનાં વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં,
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે.
ઘાયલ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યા છે એ રણ મને ગમે છે.

Thursday, November 24, 2011

ગુજરાતી ભાષા માં ગુજરાતની પ્રથમ સાઈટ ગુજરાતી સાહિત્ય

ગુજરાતી ભાષા માં ગુજરાતની પ્રથમ સાઈટ ગુજરાતી સાહિત્ય ફૂની કાર્ટૂન મેગેઝીન નુશ્કા મજાક મસ્તી થી ભરપુર
ગુજરાતી સાહિત્ય કોમેડી  થી ભરપુર ફૂનીહોટ બ્લોગસ્પોટ ડોટ કોમ . ઓ હો હો ...વાતાં જોક્સ નિબંધ મેસેગ હિન્દી ભાષા ગ્રામેર ગુજરાતી લોક વાર્તા લોક ગીત ભજન આથી વિસેસ ગુજરાતી ભાષા માં સાહિત્ય  વાચવા મળ  છે .

ગુજરાતી ભાષા માં ગુજરાતની પ્રથમ સાઈટ

ગુજરાતી ભાષા માં ગુજરાતની પ્રથમ સાઈટ ગુજરાતી સાહિત્ય ફૂની કાર્ટૂન મેગેઝીન નુશ્કા મજાક મસ્તી થી ભરપુર
ગુજરાતી સાહિત્ય કોમેડી  થી ભરપુર ફૂનીહોટ બ્લોગસ્પોટ ડોટ કોમ . ઓ હો હો ...